3 ની પાસા હેઠળ અટકાયત : 3218 વાહનો ડિટેઇન કરાયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસને લઈને લોકડાઉન લાગુ થતાની સાથે સમગ્ર જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે.જેમાં ખાસ કરીને સોસાયટી કે અંદરના વિસ્તારમાં ટોળાઓ એકઠા થયા હોય અને બિનજરૂરી કામ કરતા લોકો પર ચાંપતી નજર રાખવા ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.તેમજ શહેરભરમાં લગાવેલા સીસીટીવી કેમેરા મારફત પણ લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર નજર રાખીને કાર્યવાહી કરવામાં આવી છે.આ રીતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉન લાગુ થયું ત્યારથી જ અત્યાર સુધી કરેલી કાર્યવાહી જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા લોકડાઉનના જાહેરનામાના ભંગના 1187 કેસો નોંધવામાં આવ્યા છે.જેમાં જાહેરનામાના ભંગના 934 કેસો ,ડ્રોન કેમેરા મારફત જાહેરનામાના ભંગના 230 કેસો ,સીસીટીવી કેમેરા મારફત જાહેરનામાના ભંગના 23 કેસો નોંધવામાં આવ્યા હતા.તેમજ બિનજરૂરી અવરજવર કરવા મામલે 3218 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.તથા 3 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી.આ જાહેરનામાના ભંગના કેસોમાં જાહેરમાં ટોળા એકઠા થવા ,બિનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવી ,મંજૂરી વગર બહારથી મોરબી જિલ્લામાં પ્રવેશ કરવો સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.