આરોગ્ય વિભાગ દ્વારા 117 લોકોની 14 દિવસ સુધી દરરોજ મેડિકલ તપાસ કરાશે : કોરોનાગ્રસ્ત આધેડ કોઈના સંપર્કમાં ન આવ્યાનું સ્થાનિકોએ જણાવ્યું મોરબી : મોરબીમાં પ્રથમ કોરોનાના પોઝિટીવ કેસને પગલે ઉમા ટાઉનશીપના બન્ને એપાર્ટમેન્ટોને કોર્ડન કરી તેમાં રહેતા લોકોને તેમાં રહેતા લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. અને હાલ તેમાં રહેતા 117 લોકોની આરોગ્ય વિભાગ દ્વારા 14 દિવસ સુધી દરરોજ મેડિકલ તપાસ કરાશે. મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપના ગીતાજલી એપાર્ટમેન્ટમાં રહેતા અને નોટરી તરીકે કામ કરતા એક આધેડને ગઈકાલે કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મોરબીમાં પ્રથમ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા તુરત જ તંત્ર એક્શન મોડ ઉપર આવી ગયું હતું અને ગઈકાલે પાલિકા તંત્ર દ્વારા બે એપાર્ટમેન્ટમાં સેનિટાઈઝર સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી હતી અને આ બન્ને એપાર્ટમેન્ટને તંત્રએ કોર્ડન કરી લોક કરી દીધા હતા અને ગઈકાલે જ આ એપાર્ટમેન્ટમાં રહેતા 117 જેટલા લોકોની આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને હવેથી દરરોજ ગીતાજલી એપાર્ટમેન્ટ અને વૈભવ પરિસરમાં 42 મકાનોમાં રહેતા 117 જેટલા સભ્યોની આરોગ્ય તપાસ દરરોજ કરવામાં આવશે. જ્યારે કોરોનાગ્રસ્ત આધેડના આજુબાજુના ફ્લેટમાં રહેતા લોકોએ તંત્ર સમક્ષ જણાવ્યું હતું કે ,આ આધેડને ચાર દિવસ પહેલા માત્ર એક વાર જોયા હતા. તેઓ બે કે ત્રણ મહિના પહેલા જ અહીં રહેવા આવ્યા છે અને કોઈના સંપર્કમાં આવ્યા નથી. હાલ આરોગ્ય વિભાગ દ્વારા જે સર્વે કરાયો તેમાં પાંચ લોકોને ડાયાબીટીસ સિવાય કોઈને કોઈ બીમારી જણાય નથી. ઉપરાંત અહીંના આજુબાજુમાં આવેલા એપાર્ટમેન્ટના લોકોના આરોગ્યની દરરજો સઘન ચકાસણી થશે. તેમજ સાત જેટલા પોલીસ સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ મામલતદાર કચેરીના સ્ટાફને પણ ખડેપગે રખાયો છે. આ સ્ટાફ દ્વારા અહીંના લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા હોવાથી તેમને જીવનજરૂરી ચીજવસ્તુઓ ઘરેબેઠા જ પુરી પડાશે. નાયબ મામલતદાર કુંડારિયાની દેખરેખ હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/