થોડા દિવસો અગાઉ એલસીબીએ હળવદના ચરડવા ગામેથી નશાકારક શિરપનો જથ્થો ઝડપી લીધા બાદ આજે હળવદ પોલીસે પણ કાર્યવાહી કરીહળવદ : હળવદ પંથકમાં નશાકારક શિરપનો ધંધો ધમધોકાર ચાલતો હોય તેમ થોડા દિવસો અગાઉ એલસીબીએ હળવદના ચરડવા ગામેથી નશાકારક શિરપનો જથ્થો ઝડપી લીધા બાદ આજે હળવદ પોલીસે પણ કાર્યવાહી કરી હતી. જેમાં હળવદ પોલીસે હળવદ હાઇવે ઉપર ઇકો કારમાંથી 1160 બોટલ નશાકારક શિરપનો જથ્થો ઝડપી લીધો હતો.હળવદ પંથકમાં આયુર્વેદિક શિરપની બોટલની આડમાં નશિલી શિરપ વેચવાનો કાળો કારોબાર ફૂલી ફાલી ગયો હોય તેમ થોડા સમય અગાઉ હળવદના ચરડવા ગામેથી એલસીબીએ નશાકારક શિરપની બોટલોનો મોટો જથ્થો ઝડપી લીધા બાદ આજે સાતમ આઠમના તહેવાર ઉપર આવા નશિલા દ્રવ્યોના કાળા કારોબારનો હળવદ પોલીસે પર્દાફાશ કર્યો હતો. જેમાં હળવદ પોલીસ આજે તહેવારો ઉપર પેટ્રોલીગ ઉપર હોય એ દરમિયાન હળવદ હાઇવે ઉપર સર્કિટ હાઉસ નજીકથી બપોરના સમયે નશાકારક શિરપનો જથ્થો ભરીને નીકળેલી ઇકો કારને અટકાવીને તલાશી લેતા આ ઇકો કારમાંથી નશાકારક શિરપનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમાં હળવદ પોલીસે ઇકો કારમાંથી 1.74 લાખની કિંમતની 1160 નશાયુક્ત શિરાપની બોટલોને ઝડપી લીધી હતી. તેમજ ઇકો કાર ચાલક પાર્થ હસમુખભાઈ ચૌહાણ રહે. મોરબીવાળાને પકડી નશાકારક શિરપ અને ઇકો કાર સાથે પોલીસ સ્ટેશને લઈ જઈ કડક પૂછપરછ હાથ ધરી છે.