HSC આંકડાશાસ્ત્રમાં 36 અને SSC ગણિત વિષયમાં 270 વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજરમોરબી: મોરબી જિલ્લામાં તારીખ 11-06-2026 ના રોજ ધોરણ 10 અને 12 ની પુનઃ પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે મોરબી ઝોનમાં અલગ અલગ વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે.HSC પરીક્ષાની વિગતો:ધોરણ 12 (HSC) પરીક્ષા 2026 અંતર્ગત મોરબી ઝોન-35 માં સવારના સત્રમાં આંકડાશાસ્ત્ર-135 વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. • ગુજરાતી માધ્યમમાં કુલ 212 વિદ્યાર્થીઓમાંથી 176 હાજર અને 36 ગેરહાજર રહ્યા હતા. • અંગ્રેજી માધ્યમમાં કુલ 2 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને બંને હાજર રહ્યા હતા, એક પણ ગેરહાજર ન હતું. • આમ, HSC આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 214 માંથી 178 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે 36 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.SSC પરીક્ષાની વિગતો:બીજી તરફ, ધોરણ 10 (SSC) પરીક્ષા અંતર્ગત મોરબી ઝોન-125 માં પ્રથમ દિવસે સ્ટાન્ડર્ડ ગણિત (012) અને બેઝીક ગણિત (018) ની પરીક્ષા યોજાઈ હતી. • સ્ટાન્ડર્ડ ગણિતમાં કુલ 22 વિદ્યાર્થીઓમાંથી 13 હાજર અને 9 ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં 19 માંથી 10 હાજર અને 9 ગેરહાજર રહ્યા હતા. તો અંગ્રેજી માધ્યમના કુલ 3 વિદ્યાર્થીઓમાંથી ત્રણેય હાજર રહ્યા હતા.• બેઝીક ગણિતમાં કુલ 1220 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 959 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 261 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ગુજરાતી માધ્યમમાં 1208 માંથી 950 હાજર અને 258 ગેરહાજર, તથા અંગ્રેજી માધ્યમમાં 12 માંથી 9 હાજર અને 3 ગેરહાજર રહ્યા હતા. • SSC મોરબી ઝોનમાં કુલ 1242 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી કુલ 972 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને કુલ 270 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.#Morbi #MorbiUpdate #EducationNews #GujaratBoard #Exam2026 #MorbiNews #StudentUpdate