ધોરણ 10 માં 98 અને ધોરણ 12 માં 17 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી નહિમોરબી: મોરબી જિલ્લામાં બોર્ડની પૂરક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. જેમાં આજે તારીખ 13/06/2026 ના રોજ ધોરણ 10 માં અંગ્રેજી અને ધોરણ 12 માં વાણિજ્ય વ્યવસ્થા વિષયના પેપર હતા. આ બંને ઝોન મળીને કુલ 115 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા છે.ધોરણ 10 એસ. એસ. સી. પરીક્ષાની વિગત:એસ. એસ. સી. મોરબી ઝોન 125 માં અંગ્રેજી (SL- 16) વિષયની પરીક્ષા યોજાઈ હતી. અંગ્રેજી માધ્યમમાં કુલ 336 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી 238 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 98 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ગુજરાતી માધ્યમમાં કોઈ વિદ્યાર્થી નોંધાયેલ ન હતો. આમ, ઝોનમાં કુલ 336 માંથી 238 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 98 ગેરહાજર રહ્યા હતા.ધોરણ 12 એચ. એસ. સી. પૂરક પરીક્ષાની વિગત:એચ. એસ. સી. મોરબી ઝોન 35 માં વાણીજ્ય વ્યવસ્થા - 046 વિષયની પૂરક પરીક્ષા 2026 લેવાઈ હતી. ગુજરાતી માધ્યમમાં 92 વિદ્યાર્થીઓમાંથી 75 હાજર અને 17 ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ 2 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ગેરહાજર સંખ્યા 0 હતી. એકંદરે આ ઝોનમાં 94 માંથી 77 વિદ્યાર્થીઓ હાજર અને 17 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.#Morbi #MorbiUpdate #BoardExam #GSEB #SupplementaryExam #Education #Students