મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 17 એપ્રિલ ને ગુરુવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, સુવાદાણા, લાલ જુવાર, સફેદચણા, વરિયાળી, અડદ, ચણા, એરંડા, મેથી, કાળા તલ, તુવેર, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 2286 ક્વિન્ટલ એટલે કે 11430 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 532 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 265 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4740 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1450 બોલાયા છે. તલના 1780, જીણી મગફળીના પ્રતિમણ 980, મેથીના 1012, સુવાદાણાના 1712, સફેદ ચણાના 1752, લાલ જુવારના 911, વરિયાળીના 1700, અડદના 1467, ચણાના 1074, એરંડાના 1196, કાળા તલના 4450, તુવેરના 1317, રાયના 1248 અને રાયડાના 1039 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 460 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 240 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3400 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.