મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 16 એપ્રિલ ને બુધવારના રોજ ઘઉં, કપાસ, તુવેર, મગફળી, જીરું, મેથી, સુવાદાણા, ધાણા, સફેદચણા, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 2225 ક્વિન્ટલ એટલે કે 11125 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 553 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 514 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4700 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1470 બોલાયા છે. તુવેરના 1349, જીણી મગફળીના પ્રતિમણ 1026, મેથીના 958, સુવાદાણાના 1954, ધાણાના 1450, સફેદ ચણાના 1450, ચણાના 1072, એરંડાના 1186, રાયના 1275 અને રાયડાના 1024 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3400 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.