મોરબી : મોરબીમાં વસવાટ કરતા દાઉદી વ્હોરા સમાજના સભ્યોએ આજે રાજહોલ ખાતે અર્બન હેલ્થ સેન્ટર લીલાપર આયોજિત કોવિડ રસીકરણ કેમ્પમાં કોરોના રસી મુકાવી કોરોના સામે સુરક્ષા મેળવી હતી. આ કેમ્પમાં કુલ 111 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી હતી.કેમ્પના આયોજનમાં દાઉદી વ્હોરા સમાજના અગ્રણી કાર્યકર્તા તાહેરભાઈ સૈફુદ્દીનભાઈ લોખંડવાલા સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..