પોલીસે ₹22,000 નો મુદ્દામાલ જપ્ત કરી વાડી માલિક સામે નોંધ્યો ગુનોહળવદ (મોરબી અપડેટ): હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાં પોલીસે દરોડો પાડી વાડીમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો.મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખેતરડી ગામની 'આડા મારગ' તરીકે ઓળખાતી સીમમાં વાડી ધરાવતો શખ્સ દેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ખેતરડી ગામના વિશાલ હરજીભાઈ દેકાવાડીયાની વાડીએ રેઇડ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન વાડીમાં ખુલ્લામાં પડેલા પ્લાસ્ટિકના બાચકાઓમાંથી 5 લિટરની ક્ષમતાવાળી કુલ 22 કોથળીઓ મળી આવી હતી. જેમાં રહેલો કુલ 110 લિટર દેશી દારૂ (કિંમત ₹22,000) પોલીસે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત વાડી પરિસરમાંથી દેશી દારૂ બનાવવાની બંધ હાલતમાં રહેલી ભઠ્ઠી પણ મળી આવી હતી.રેઇડ દરમિયાન વાડી માલિક વિશાલ હરજીભાઈ દેકાવાડીયા હાજર મળી ન આવતા હળવદ પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે આગળની તપાસ એએસઆઈ અજીતસિંહ નટુભા સીસોદીયા ચલાવી રહ્યા છે.#Morbi #Halvad #MorbiPolice #CrimeNews #Prohibition #Khetardi #MorbiUpdate