રાજકોટ/મોરબી: સંતશ્રી મગનીરામ બાપુ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આગામી સમયમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ સુખરૂપ સંસારની શરૂઆત કરી શકે તેવા ઉમદા હેતુથી 'ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ' નું આયોજન કરવામાં આવ્યું છે.ક્યારે અને ક્યાં યોજાશે પ્રસંગ?આ માંગલિક પ્રસંગ તા. ૧૭-૦૨-૨૦૨૫, મંગળવાર (મહા વદ ૩૦ - અમાસ) ના રોજ શિવ રૂદ્ર પાર્ટી લોન્સ, ભાવનગર હાઈવે, મુ. અણીયારા, તા. જી. રાજકોટ ખાતે યોજાશે. આ પ્રસંગે કુલ ૧૧ નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિથી જોડાશે.કાર્યક્રમની રૂપરેખા:મંડપ રોપણ: સવારે ૮:૦૦ કલાકેજાન આગમન: બપોરે ૨:૦૦ કલાકેસામૈયા: બપોરે ૩:૦૦ કલાકેહસ્ત મેળાપ: સાંજે ૪:૩૦ કલાકેમહા પ્રસાદ: સાંજે ૫:૩૦ કલાકેદીકરીઓને કરિયાવરમાં ભેટની લહાણીટ્રસ્ટ અને વિવિધ દાતાઓના સહયોગથી નવવધૂઓને સંસાર ઉપયોગી અનેક ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. જેમાં સોના-ચાંદીના દાગીના, સ્ટીલના વાસણોની આખી કીટ, બેડરૂમ સેટ, ઘરવખરીની ચીજો, ઇલેક્ટ્રિક ઉપકરણો અને ધાર્મિક પુસ્તકો સહિતની લાંબી યાદીનો સમાવેશ થાય છે.સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિઆ પવિત્ર અવસરે મહંત શ્રી વિનુભાપુ, ગુરુશ્રી ત્રિભોવનદાસબાપુ (સતાપર), કથાકાર શ્રી બટુકબાપુ અને શાસ્ત્રી શ્રી વિપુલભાઈ એમ. ઠાકર આશીર્વચન પાઠવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મગનીરામ બાપુ સેવા સમાજ ટ્રસ્ટના સભ્યો અને આયોજકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ શુભ કાર્યમાં સહભાગી થઈ ધર્મનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.