આગામી દિવસોમાં રસ્તા પર લારીઓ રખાશે તો જપ્ત કરવાની તંત્રની ચેતવણીમોરબી અપડેટ: મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા અને રસ્તાઓ ખુલ્લા કરવા માટે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી તેજ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજ રોજ મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા અવની ચોકડી આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.અવની ચોકડી પાસે રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ બનતી અને દબાણ કરતી 11 જેટલી લારીઓવાળાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ લારીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા તંત્ર દ્વારા લારી-ગલ્લા ધારકોને ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં ફરીથી રસ્તા પર લારીઓ રાખવામાં આવશે તો લારીઓ જપ્ત કરવામાં આવશે. #Morbi #MorbiUpdate #AvaniChowkdi #EncroachmentRemoval #MorbiMunicipalCorporation #TrafficIssue #MorbiNews #GujaratNews