જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ સબબ કુલ 17 સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર શાંત પડી હોય પણ સાવચેતી ખાતર પોલીસે જાહેરનામાનો કડક અમલ ચાલુ રાખ્યો છે. જેમાં ગઈકાલે મોરબીમાં કફર્યુ અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ 11 લોકો પોલીસની ઝપટે ચઢી ગયા હતા. જો કે, પોલીસે ગઈકાલે મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ સબબ કુલ 17 સામે કાર્યવાહી કરી હતી. મોરબીમાં ગઈકાલે રાત્રે કફર્યુ દરમિયાન ખોટા આંટાફેરા કરતા પાંચ લોકો, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલકો, વેપારના સ્થળે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા હોજીયરીની લારીના ધારક, જાહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળેલા 1, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 1 રીક્ષાચાલક, જાહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળેલા 1, માળીયામાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલકો, ટંકારામાં કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા એક રીક્ષાચાલક અને એક ઇકો કારચાલક સહિત 17 સામે પોલીસે કોવિડના જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી કરી હતી.