મોરબી : મોરબી શહેર, તાલુકા અને વાંકાનેરમાં પોલીસે જુગાર અંગે જુદા જુદા ચાર દરોડામાં જાહેરમાં તીન પતિનો જુગાર રમતા 11 આરોપીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. જુગારના પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી શેરી નંબર 2ના ચોકમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા હાજી મુસા કુરેશી, ફારૂક તૈયાબ ચાનીયા, કાસમ હાજી કુરેશી અને જુનેદ હુસેન કુરેશીને તીન પતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,600 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે જુના ઘુંટુ રોડ ઉપરથી સંજય જગમાલભાઈ સરવળિયા અને રોહિત ભાવેશ ડાભીને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 640 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. ત્રીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે મિલ પ્લોટ ચોકમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા મહેશ પ્રેમજી બાવરિયા, કાનજી સવસી મકવાણા અને વિજય ધીરુ ઉઘરેજાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1140 કબ્જે કર્યા હતા. જ્યારે ચોથા દરોડામાં મોરબી તાલુકા પોલીસે ધરમપુર ગામની પ્રાથમિક શાળા પાછળ જાહેરમાં જુગાર રમતા રાજેશ અમરશી મકવાણા અને રમેશ રામજી મૂછડીયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 740 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.