ટંકારાના સજ્જનપર (ઘું) ગામે પોલીસે રેઇડ કરી રૂ. 1.88 લાખનો મુદામાલ કબ્જે કર્યો ટંકારા : શ્રાવણીયા જુગાર બદીને કડક હાથે ડામી દેવા પોલીસ મેદાને પડી છે. ત્યારે ટંકારાના સજ્જનપર (ઘું) ગામે આવેલ વાડીમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસે આ વાડીમાં દરોડો પાડી જુગાર રમતા 11 આરોપીઓને દબોચી લીધા હતા અને સ્થળ ઉપર પોલીસે રૂ.1.88 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ટંકારા પોલીસ સ્ટાફને આજે પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારાના સજ્જનપર (ઘું) ગામે આરોપી ઘનજીભાઈ દેવરાજભાઈ ગોરીયા પોતાની વાડી-ખેતરમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવે છે. આ પ્રકારની બાતમી મળતા પોલીસ સ્ટાફે તે સ્થળે ત્રાટક્યો હતો અને પોલીસે આ સ્થળે જુગાર રમતા, ધનજીભાઈ દેવરાજભાઈ ગોરીયા, કિશોરભાઈ મોહનભાઈ મકવાણા, દિપકભાઈ નરશીભાઈ ભીસડીયા, મનસુખભાઈ પ્રભુભાઈ કારેલીયા, કાંતિલાલભાઈ નારણભાઈ ભેંસદડીયા, મહેશભાઈ રમેશભાઈ ગોરીયા, મહેશભાઈ ધનજીભાઈ સુરેલા, દિપકભાઈ દેવરાજભાઈ ફીસડીયા, અશોકભાઈ ધનજીભાઈ સુરેલા, દિનેશભાઇ શીવાભાઈ દેસાઈ અને ધીરૂભાઈ ધનાભાઈ સાબરિયાને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. 70,400 મળી કુલ રૂ. 1,88,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો. ટંકારા પીએસઆઇ બી.ડી.પરમાર તથા સર્વલન્સ સ્કવોડના એ.એસ.આઈ કિશોરદાન ગઢવી, પોલીસ હેડ કોન્સટેબલ નગીનદાસ નીમાવત, પો.હેડ.કોન્સ વિજયભાઈ બાર, પો.કોન્સ સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, સિધ્ધરાજસિહ અર્જુનસિંહ અને રમેશભાઈ રબારી સહિતના સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..