મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 20 ડિસેમ્બરને શનિવારના રોજ 2255 ક્વિન્ટલ એટલે કે 11275 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1550 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 660 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1290 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 557, તલના 1832, જીરુંના 3780, બાજરાના 500, મગના 1310, અડદના 855, ચણાના 990 સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1000, કારેલાના 800, ગુવારના 1700, ભીંડાના 1200, ટમેટાના 800, કોબીજના 300, કાકડીના 600, લીંબુના 500, દુધીના 300 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.