મોરબી : મોરબી તાલુકાના બંધુનગર ગામ ખાતે સમસ્ત દલસાણીયા પરિવાર દ્વારા આગામી તા. 4-5-2025ને રવિવારના રોજ બહુચરા માતાજીના 10માં વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા. 3-5-2025ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય રાસ ગરબા યોજાશે. આ પાટોત્સવમાં યજ્ઞના આચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા રહેશે. તો આ પાટોત્સવમાં દલસાણીયા પરિવારને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.