મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 24 ડિસેમ્બરે 2192 ક્વિન્ટલ એટલે કે 10960 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1514 બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 104 ક્વિન્ટલ ઘઉની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 699, તલના 2376, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1128 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4424, બાજરાના 528, જુવારના 844, અડદના 1555, ચણાના 1242, રાયડાના 1086 અને સોયાબીનના 790 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 200 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 520 રૂપિયા, કોબીજના 280 રૂપિયા, કાકડીના 560 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 260 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.