એલસીબીએ રૂ.11.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : વાહનચાલક ફરારમોરબી અપડેટ : મોરબી એલસીબી ટીમે જુના ઘુંટુ રોડ પર આવેલ સીલ્વરપાર્ક સોસાયટીમાં મારૂતી કંપનીની સુપર કેરી માલવાહક ગાડી (નંબર GJ36V5715) માં વિદેશી દારૂનો 1092 બોટલનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે વાહનચાલક નાસી જવામાં સફળ રહ્યો હોય તેની શોધખોળ હાથ ધરાઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી. પીઆઇ એસ.પી. જાડેજાની સુચનાથી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન પીએસઆઇ બી.ડી. ભટ્ટ અને પીએસઆઇ વી.જી. માલાણીએ બાતમીને આધારે દરોડો પાડ્યો હતો. જોકે, પોલીસને જોઈને વાહન ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે વાહનની તલાશી લેતા અંદરથી અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 750 ML ની સીલપેક 1092 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને વાહન મળીને કુલ 11,21,292 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ફરાર આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવ્યો છે.જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત:ઓલ સિઝન ગોલ્ડ કલેકશન રીઝર્વ વ્હીસ્કીની 750 ML ની 516 બોટલો (કિંમત રૂ. 3,85,452)રોયલ સ્ટગ એક્સક્લુઝીવ વ્હીસ્કીની 750 ML ની 480 બોટલો (કિંમત રૂ. 3,26,280)બ્લેન્ડર પ્રાઈડ એક્સક્લુઝીવ પ્રીમીયમ વ્હીસ્કીની 750 ML ની 96 બોટલો (કિંમત રૂ. 1,09,560)મારૂતી કંપનીની સુપર કેરી માલવાહક ગાડી નંબર GJ36V5715 (કિંમત રૂ. 3,00,000)કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ: આ સફળ કામગીરીમાં પીઆઇ એસ.પી. જાડેજા, પીએસઆઇ બી.ડી. ભટ્ટ, પીએસઆઇ વી.જી. માલાણી, તેમજ સ્ટાફના નિર્મળસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા અને આશીફભાઇ ચાણકીયા જોડાયા હતા.#Morbi #MorbiUpdate #MorbiPolice #LCBMorbi #CrimeNews #Prohibition #GujaratPolice #MorbiNews #LiquorSeized