મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 18 એપ્રિલ ને શુક્રવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, મેથી, તુવેર, રાયડો, ચણા અને એરંડા તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 2176 ક્વિન્ટલ એટલે કે 10880 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 596 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 324 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4700 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1450 બોલાયા છે. તલના 1700, જીણી મગફળીના પ્રતિમણ 1006, મેથીના 805, તુવેરના 1267, રાયડાના 1006, ચણાના 1080 તથા એરંડાના 1204 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 440 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 240 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3400 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.