મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 30 ડિસેમ્બર ને મંગળવારના રોજ 2170 ક્વિન્ટલ એટલે કે 10850 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1550 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 845 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1330 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 544, તલના 1902, જીરુંના 4000, બાજરાના 366, સીંગફાડાના 1433, મગના 1380, અડદના 1170, ચણાના 1040, એરંડાના 1250 અને સોયાબીનના 785 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 400, કારેલાના 800, ગુવારના 1800, ભીંડાના 800, ટમેટાના 800, કોબીજના 200, કાકડીના 500, લીંબુના 600, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.