અધૂરા માસે જન્મેલા બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં સ્થળ પર સારવાર કરાઈ મોરબી : મોરબીના વાઘપર ગામે વાડી વિસ્તારમાં રહેતી એક સર્ગભાને પ્રસુતિની પીડા ઉપડયાની જાણ થતાં માળીયા 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી.પરંતુ અંદર ગાડી લઈને જઈ શકાય તેમ ન હોવાથી 108ની ટીમે પગપાળા પહોંચીને મહિલાને પ્રસુતિ કરાવી હતી. મોરબીના વાઘપર ગામે આવેલ વાડી વિસ્તારમાં રહીને મજૂરી કરતા શ્રમિક પરિવારની નાનીબેનને અચાનક પ્રસુતિની પીડા ઉપડ્યાની જાણ થતાં માળીયા 108ની ટીમના ઇએમટી હિંમતભાઈ ગોહિલ અને પાયલોટ રસુલભાઈ એ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. પણ ત્યાં વાન જઈ શકે તેમ ન હોવાથી આ 108 ની ટીમ વાડી-ખેતરમાં બે કિમિ પગપાળા ચાલીને પહોંચ્યા હતા. અને સર્ગભાને ચેક કરતા 108માં જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી. પરંતુ બાળક અધૂરા માસે જન્મતા રડતું ન હોય અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. બાળકનો સાત માસે જન્મ થતા વજન ઓછા તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતા સ્થળ ઉપર સારવાર કરી હતી જેમાં નોર્મલ સ્થિતિ થયા બાદ માતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..