મોરબી : મોરબીમાં નવરાત્રી મહોત્સવ 2025 અંતર્ગત રવાપર રોડ બોની પાર્કની બાજુમાં આવેલા ગોલ્ડન એલીટા સોસાયટીમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સોસાયટીના ઉત્સાહી તેમજ લોકપ્રિય એવા નવરાત્રી ગરબી મંડળના પ્રમુખ જયંતીભાઈ પનારાના અથાક પ્રયત્ન દ્વારા આઠમના દિવસે ભવ્ય 108 દિવાની મહા આરતી દ્વારા મા દુર્ગા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ મહાઆરતીમાં સોસાયટીના સૌ પરિવારજનોએ ભાવપૂર્વક ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. નવરાત્રી મહોત્સવમાં ગોલ્ડ એલીટા સોસાયટીના સભ્ય આદ્રોજા જયભાઈ વાસુદેવભાઈ દ્વારા આઠમના દિવસે સોસાયટીની નાની 21 બાળાઓને સોનાની કાનની બુટ્ટી લાણી સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી. તેમજ સોસાયટી બીજા સભ્ય એવા કુંડારીયા કરમશીભાઈ મગનભાઈ દ્વારા સોસાયટીના નાના બાળકોને લાણી સ્વરૂપે થર્મોસ તેમજ લંચ બોક્સની ભેટ આપવામાં આવી હતી. તેમજ સોસાયટીના સભ્ય એવા કાચરોલા સાહેબ દ્વારા નાના બાળકો દ્વારા મહાકાળી માતાજીની ઉત્પતીનું એવું નાટક (ડ્રામા) રજુ કરવામાં આવ્યું હતું.