HSCની પૂરક પરીક્ષામાં ઝોન 35માં 30 વિદ્યાર્થીઓ ગેરહાજર મોરબી : આજે તા. 24-6-2025ના રોજ ધોરણ 10ની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં મોરબી ઝોન 125માં અંગ્રેજી (SL) 16ના પેપરમાં કુલ 242 માંથી 135 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 107 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ સાથે જ ઝોન 35માં અર્થશાસ્ત્ર - 022 પેપરમાં ગુજરાતી માધ્યમમાં કુલ 125માંથી 95 વિદ્યાર્થીઓ હાજર રહ્યા જ્યારે 30 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા જ્યારે અંગ્રેજી માધ્યમમાં 1 વિદ્યાર્થીઓ હાજર રહ્યો હતો. આમ કુલ બંને માધ્યમમાં કુલ 126માંથી 96 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે 30 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.