બી ડિવિઝન પોલીસનો સફળ દરોડો : આરોપી ફરાર મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે વિશિપરા વિસ્તારના રહેણાંક મકાનમાંથી 104 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર ન મળી આવતા આરોપીને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બી ડિવિઝન પીઆઇ વી.એલ.પટેલ, પીએસઆઇ એ.એ.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે પો.હેડ.કોન્સ બી.આર.ખટાણા તથા પો.હેડ.કોન્સ ડી.એચ.બાવળીયાને ખાનગી રાહે મળેલી બાતમીને આધારે વીસીપરામાં રહેતા ઓસમાનભાઇ ઉર્ફે ઉસ્માનભાઇ જુસબભાઇના રહેણાક મકાનમાં દરોડો પાડતા ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નોટલ નંગ-૧૦૪ કિ.રૂ. ૩૮,૨૫૦નો મુદામાલ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે ઓસમાન ભાઇ ઉર્ફે ઉસ્માનભાઇ જુસબભાઇ કટીયા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. આ સફળ કામગીરી પીઆઇ વી.એલ.પટેલ, પીએસઆઇ એ.એ.જાડેજા, પો.હેડ.કોન્સ બી.આર.ખટાણા, ડી.એચ.બાવળીયા, પો.હેડ.કોન્સ જે.એમ.જાડેજા, આ.હેડ.કોન્સ વનરાજભાઇ ચાવડા, પો.કોસ ભગીરથભાઇ લોખીલ, અ.પો.કો. ભરતભાઇ ખાંભરા, આ.પો.કો. દેવસીભાઇ મોરી, આપો.કો. કેતનભાઇ અજાણા, પો.કોન્સ. કલ્પેશભાઇ ગાભવા, પો.કોન્સ, રમેશભાઇ મુંધવા સહિતના સ્ટાફે કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..