મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 31 ડિસેમ્બર ને મંગળવારના રોજ 2046 ક્વિન્ટલ એટલે કે 10230 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1600 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 550 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1296 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 545, તલના 2180, જીરુંના 4070, સીંગદાણાના 1465, સોબાબીનના 861, અડદના 1308 અને ચણાના 1000 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 400, કારેલાના 800, ગુવારના 1700, ભીંડાના 800, ટમેટાના 800, કોબીજના 200, કાકડીના 500, લીંબુના 600, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.