મોરબીના ટ્રક ડ્રાઇવરની પોલીસે ધરપકડ કરી : 10.24 લાખની કિંમતનો ગાંજો કબ્જે કરાયોમોરબી : ઓરિસ્સાથી ટ્રકમાં મોરબી લઈ આવવામાં આવતો 102 કિલો ગાંજો બગોદરા નજીક ઝડપાયો છે. પોલીસે મોરબીના એક શખ્સની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ બગોદરા પોલીસ ટોલટેક્ષ પાસે વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે ઓરીસ્સાથી મોરબી જઈ રહેલી ટ્રકમાં તપાસ કરતાં ટ્રકમાંથી 102.470 કિલો ગ્રામ ગાંજો મળી આવતાં પોલીસે 10,24,700 રૂપીયાનો ગાંજો, 15,00,000 રૂપીયાની ટ્રક, 3,120 રૂપીયા રોકડા અને 2,000 રૂપીયાનો મોબાઇલ મળી કુલ 25,29,820 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને ટ્રક ચાલકને ઝડપી લઇ ગાંજો મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.બગોદરામાં આવેલા ટોલટેક્ષ નજીક પોલીસ ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન એક શંકાસ્પદ ટ્રક નંબર GJ-12-BX- 5252 નીકળતાં તેને ચેક કરતા તેમાથી 102.470 કિલો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.જેથી પોલીસે 10,24,700 રૂપીયાનો ગાંજો, 15,00,000 રૂપીયાની ટ્રક,3,120 રૂપીયા રોકડા અને 2,000 રૂપીયાનો મોબાઇલ મળી કુલ 25,29,820 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને ટ્રક ચાલક અનવર આમદભાઇ અધામ રહે.મફતીયાપરા કાલીકા પ્લોટ, મોરબીને ઝડપી લઇને ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તેની કડક પૂછપરછ કરતાં આ ગાંજો ઓરીસ્સાનાં સોનપુર હિમાંશુ મહેર પાસેથી લાવ્યો હતો અને મોરબી લઈ જતો હતો.જેથી પોલીસે ટ્રક ચાલકને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈ બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.