સામાજિક ઉત્તરદાયિત્વ સાથે યોજાયેલા સેવાયજ્ઞમાં ઉત્સાહભેર રક્તદાન કરાયું: રક્તદાતાઓનો માનવામાં આવ્યો આભારમોરબી અપડેટ : મોરબીના લખધીરપુર રોડ પર આવેલ એલિકા વેટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડ ખાતે કંપનીના પ્રોડક્શન અને માર્કેટિંગ ડિરેક્ટર પ્રશાંતભાઈના જન્મદિવસ નિમિત્તે વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ તારીખ 13-08-2026, ગુરુવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન આ રક્તદાન કેમ્પ યોજાયો હતો.'તમારું એક દાન, કોઈના જીવનની આશા' ના ઉમદા હેતુ સાથે આયોજિત આ કેમ્પમાં ફેક્ટરીના સ્ટાફ, પરિચિતો અને રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈને મહામૂલું રક્તદાન કર્યું હતું. આ સેવાયજ્ઞ દરમિયાન કુલ 101 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ પ્રશાંતભાઈને જન્મદિવસની સાદર શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે કેમ્પમાં સહભાગી થઈ રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો સંસ્થા અને પરિવાર દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #BloodDonationCamp #ElicaVitrified #LakhdhirpurRoad #SocialService #MorbiNews #GujaratNews