બાપુના દેવલોકાગમન બાદ પ્રથમ જન્મદિવસે શિષ્યો દ્વારા કાલે ગુરુવારે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન મોરબી : હરીચરણદાસ મહારાજના જન્મદિન નિમિતે શ્રધ્ધાંજલિ આપવા મોરબી જલારામ મંદિર ખાતે તા.7ના રોજ મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.ગુરૂદેવના શિષ્યો દ્વારા 1008 દીવડાની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાશે. હરીચરણદાસ મહારાજ ગત તા.28/3ના રોજ બ્રહ્મલીન થયા હતા.ગુરૂ દેવલોક પામ્યા બાદ તેમનો પ્રથમ જન્મદીન નિમિતે તેમને શ્રધ્ધાંજલિ આપવા તા.7 ગુરૂવારના રોજ હોવાથી મોરબી નિવાસી ગુરૂના શિષ્યો દ્વારા તા.7ના રોજ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર ખાતે સાંજે 7 કલાકે 1008 દીવડાની મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.દરેક ગુરૂભક્તોને સમયસર ઉપસ્થિત રહેવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા આમત્રંણ આપવામાં આવ્યું છે.