મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીવાસ ગામમાં કોરોના રસીકરણની કામગીરી 100% પૂર્ણ કરવામાં આવી છે. એટલે કે ગામના 18 વર્ષની વયથી વધુ ઉંમરના તમામ લોકોએ વેક્સિન મુકાવી છે. આ સાથે લક્ષ્મીવાસ કોવિડ વેકસીનેસનની કામગીરી પૂર્ણ કરતું મોરબી જિલ્લાનું પ્રથમ અને એક માત્ર ગામ બન્યું છે. જે મોરબી જિલ્લા માટે ગૌરવની બાબત છે. લક્ષ્મીવાસના યુવા સરપંચ જયદીપભાઈ સંઘાણી તથા તેમની ટીમ અજયભાઈ, સાગરભાઈ સહિતનાઓની અથાગ મહેનતથી ઘરે-ઘરે ફરીને સર્વે કરીને લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે લોકો ચાલી નથી શકતા તેવા લોકોને ગાડીમાં બેસાડીને ગામની આંગણવાડી સુધી લઇ જઇને રસી મુકાવેલ છે. આમ, કુલ 306 લોકોની વસ્તીમાંથી 18 વર્ષથી વધુ ઉંમરના 250 જેટલા તમામ લોકોએ રસી મુકાવતા વેકસીનેસનની કામગીરી પૂર્ણ થઈ છે. જેથી, મોરબી જિલ્લાનું લક્ષ્મીવાસ ગામ 100% વેકસીનેશનવાળું ગામ બન્યું છે. આ તકે વવાણીયા આરોગ્ય કેન્દ્રના સાથ સહકાર બદલ લક્ષ્મીવાસ ગ્રામ પંચાયત તેમના તમામ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..