તમામ 24 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણવાંકાનેર : વાંકાનેર સ્થિત મોડેલ સ્કૂલ દ્વારા ફેબ્રુઆરી/માર્ચ 2026 માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવવામાં આવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 100% પરિણામ હાંસલ કર્યું છે અને વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે.આ વર્ષની બોર્ડની પરીક્ષામાં શાળામાંથી કુલ 24 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી તમામ 24 વિદ્યાર્થીઓ પાસ થતાં શાળાનું એકંદર પરિણામ 100% આવ્યું છે. આ શાનદાર પરિણામમાં શાળાના 1 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.શાળાના તેજસ્વી તારલાઓ:પ્રથમ ક્રમ: સોનલબેન એમ ડાભી (543/650 ગુણ)દ્વિતીય ક્રમ: વિલાસબેન એમ મેસરિયા (528/650 ગુણ) તૃતીય ક્રમ: જ્યોતિ બી ધરજીયા (523/650 ગુણ)શાળાના આ ઉત્કૃષ્ટ પરિણામનો શ્રેય અનુભવી શિક્ષકોની ટીમ અને તેમના દ્વારા અપાતા સતત માર્ગદર્શનને જાય છે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું સતત પુનરાવર્તન કરાવવાથી આવું ઉચ્ચ અને શાનદાર પરિણામ મેળવી શકાયું છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ પ્રિન્સિપાલ એન. વી. રાણીપા અને સમગ્ર શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યની કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી છે.#Wankaner #ModelSchoolWankaner #BoardResult2026 #Std12Science #ScienceStream #GujaratBoard #100PercentResult #WankanerNews #MorbiUpdate