મોરબી : તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12ની CBSE બોર્ડની પરીક્ષાના પરિણામમાં મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર દેખાવ કરીને ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું છે. ધોરણ 12ના ત્રણેય પ્રવાહો (સાયન્સ, કોમર્સ, આર્ટસ)ની બોર્ડની પરીક્ષામાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલની વિદ્યાર્થિની પટેલ ખુશીએ 98.2℅ માર્કસ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તદઉપરાંત ગઢિયા અભિષેકએ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં 97% માર્કસ મેળવીને મોરબી શહેરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શાળાના શિક્ષકોની અથાગ મેહનતથી શાળાનું પરિણામ પણ 100 ટકા આવ્યું છે. ધોરણ 12ની પરીક્ષામાં સરેરાશ 22% વિદ્યાર્થીઓએ 90% થી વધુ, 37% વિદ્યાર્થીઓએ 85% થી વધુ અને બાકીના 41% વિદ્યાર્થીઓએ 80% થી વધુ ગુણ મેળવ્યા છે. આ ઉપરાંત ધોરણ 10 સીબીએસઈની બોર્ડની પરીક્ષામાં 31% વિદ્યાર્થીઓએ 90% થી વધુ, 55% વિદ્યાર્થીઓએ 85% થી વધુ અને 69% વિદ્યાર્થીઓએ 80% થી વધુ ગુણ મેળવીને પરિવારનું અને શાળાનું નામ રોશન કર્યું છે. મહત્વની વાત છે કે ઉપરોક્ત પરીક્ષાના પરિણામો કોઈપણ ખાનગી કે પર્સનલ ટ્યુશન વિના અને માત્ર શાળા દ્વારા આપવામાં આવેલ શિક્ષણથી પ્રાપ્ત થયું છે.