માળિયા (મિ.) : માળિયા (મિ)તાલુકાના મેઘપર ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું ધોરણ 12 બાદ ધોરણ 10માં પણ 100 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10માં શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે અને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.ધોરણ 10માં ઉત્તર બુનિયાદી વિદ્યાલય- મેઘપરની વિદ્યાર્થિની નેહા અગેચણિયાએ 91.68 PR મેળવી પ્રથમ નંબર મેળવ્યો છે. ક્રિષ્ના માંગુકાએ 90.74 PR, કૃપાલી જરૂએ 88.48 PR, કેતન ખાંભલાએ 87.17 PR અને પ્રિયા છૈયાએ 86.03 PR મેળવ્યા છે. ધોરણ 10 અને 12માં 100 ટકા પરિણામ લાવવા બદલ શાળાના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને આચાર્ય સી.એન. ડાંગરે અભિનંદન પાઠવ્યા છે.