હળવદ શહેરમાં 75 ટકા જ્યારે ગ્રામ્યમાં 64 ટકા વેક્સિનેશન હળવદ : હળવદમાં કોરોના પ્રતિરોધક વેક્સિનેશનની કામગીરી શહેર તેમજ ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય વિભાગ દ્વારા પૂર જોશમાં ચાલી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી સુંદર કામગીરી થકી હળવદના શહેરમાં 75 ટકા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 64 ટકા સાથે પાંડાતિરથ ગામમાં સો ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થયેલ છે. કોરોના સામે રક્ષણ મેળવવા સૌથી મોટું હથિયાર વેક્સિન અને સાવચેતી છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા પુરજોશમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે ગ્રામ્ય વિસ્તાર કરતા હળવદ શહેરમાં વેક્સિનેશનની કામગીરી વધુ થઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે હળવદ તાલુકાના પાંડાતીરથ ગામની વાત કરીએ તો આ ગામમાં સો ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ અંગે પાંડાતીરથ ગ્રામ પંચાયતના સરપંચ ભાવનાબા ગુલાબજી અશ્વારએ જણાવ્યું હતું કે અમારા ગામમાં 1276 જેટલી વસ્તી છે. અહીં રાજપુત, ઠાકોર, ભરવાડ, ગઢવી, પ્રજાપતિ અને અનુસૂચિત સમાજ રહે છે. દરેક સમાજના અગ્રણીઓના સાથ સહકારથી અમારા ગામમાં વેક્સિનેશનની કામગીરી સો ટકા પૂર્ણ થયેલ છે. વધુમાં, કહ્યું હતું કે આ કામગીરીમાં ગ્રામ પંચાયતના તલાટી મંત્રી મહિપતસિંહ જાદવ, આંગણવાડી સંચાલક જાગુબેન સાધુ, આશાવર્કર જોશનાબેન સહિતનાઓનો પણ સારો એવો સહયોગ મળ્યો છે. જેના થકી અમારું ગામ સો ટકા વેક્સિનેશન થયું છે. કોરોના સામે લડવા માટે વેક્સિન અને સાવચેતી જરૂરી છે. જેથી દરેક લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે જ્યારે પણ જેનો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઈ લેવી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..