મોરબી : મોરબી તાલુકાના બીલીયા ગામમાં 100 ટકા કોરોના વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી છે. એટલે કે ગામના 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓએ રસી મુકાવી છે. બીલીયા મુકામે કોરોના રસીકરણનો કાર્યક્રમ પૂર્ણ થયેલ છે. જેમાં ગામની પ્રાથમિક શાળાના સંકુલમાં કોરોના રસીકરણના છેલ્લા ત્રણ માસમાં 10 કેમ્પ યોજવામાં આવ્યા હતા અને ગઈકાલે તારીખ 5ના રોજ છેલ્લો કેમ્પ પૂર્ણ થતા ગામની 18 વર્ષથી ઉપરના 748માંથી 745 લોકોએ રસીકરણ કરાવેલ છે અને બાકીના 3 લોકોએ ડોક્ટરની સલાહ મુજબ રસીકરણ કરાવેલ નથી. આમ, ગામમાં 100 ટકા રસીકરણ કામગીરી પૂર્ણ થયેલ છે. વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થવા બદલ આરોગ્ય અધિકારી બાવરવાભાઈ, તાલુકાના આરોગ્ય અધિકારી કોટડીયાભાઈ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના અધિકારીનો ખૂબ સહકાર મળેલ હોય, તે બદલ બિલીયા ગામ વતી બગથળાના સરપંચનો આભાર માનવામાં આવેલ છે. ઉપરાંત, વેક્સિનેશન કામગીરી કરવા યોજાયેલ 10 કેમ્પમાં પ્રાથમિક તાલુકા સ્કુલનો ઉપયોગ કરવા બદલ આચાર્ય તેમજ સ્ટાફનો આભાર માનેલ છે. અને આરોગ્ય કેન્દ્ર બીલીયા તથા આંગણવાડીના સ્ટાફ એ કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ તેમનો પણ આભાર માનેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..