અલ્ટ્રા ટાઈમ, પાયલ ટાઈમ અને ભાવનાબેન ચંડીભમરના સહયોગથી હાથ ધરાયુ સેવાકાર્ય મોરબી : મોરબીમાં કોરોનાની મહામારીમાં દાનવીરો પણ ઉદરહાથે પોતાની યથાશક્તિ મુજબ અનુદાન વર્ષાવી રહ્યા છે. કોઈ ફૂલ તો કોઈ ફૂલની પાંખડી અર્પણ કરી સામાજિક ઉતરદાયિત્વ નિભાવી રહ્યું છે. આવી જ રીતે અલ્ટ્રા ટાઈમ દ્વારા પણ 100 નાસના મશીન યંગ ઇન્ડિયા ગ્રુપના કોવિડ સેન્ટરને અર્પણ કરાયા છે. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી તંત્ર દ્વારા આદર્શ નિવાસી શાળામાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં અલ્ટ્રા ટાઈમ, પાયલ ટાઈમ અને ભાવનાબેન કિશોરભાઈ ચંડીભમર દ્વારા કોરોનાના દર્દીઓ માટે 100 નાસના મશીન અર્પણ કરવામાં આવ્યા છે. આ સાથે દર્દીઓ માટે સેનિટાઈઝર અને માસ્ક પણ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અલ્ટ્રા ટાઈમ દ્વારા મોરબીમાં જ નાશના મશીનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે.