મોરબી : દેશમાં કોરોના વેક્સિનના સો કરોડ ડોઝ અપાયાની રાજપર અને ચરાડવાના આરોગ્ય કેન્દ્રોમાં ઊજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વમાં કોરોના વેક્સિનેશનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ભારતમાં સો કરોડ લોકોને વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે રાજપર પી.એચ.સી.ના તમામ સબ સેન્ટર લીલાપર, લખધીરનગર, રવાપર, શનાળાથી ચાંચાપર, થોરાળા, ખાનપર આ બધા સબસેન્ટર દ્વારા જ્યાં વેક્સિનેશન ચાલુ છે, ત્યાંથી ફુગ્ગા વડે તથા દીપ પ્રજ્વલિત કરી સો કરોડ ડોઝ પૂર્ણ થયાની ઉજવણી આરોગ્યકર્મી દ્વારા કરવામાં આવી હતી. આ તકે રાજપર મેડીકલ ઓફિસર દિપક બાવરવા તથા આયુષ મેડીકલ ઓફિસર જયેશ રામાવત, તાલુકા હેલ્થ ઓફિસર રાહુલ કોટડીયા તથા રસીકરણ ઓફિસર વિપુલ કારોલીયા એ કર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વધુમા., ભારત સરકાર દ્વારા 100 કરોડ નાગરિકોને કોરોના સામે રક્ષણ આપતી રસી આપવામાં આવેલ. જેની ઉજવણીના ભાગ રૂપે હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટર ચરાડવા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અગાઉ 116 જેટલા લાભાર્થીને રસી મૂકવામાં આવેલ તેમજ જે લોકોને હજુ વેક્સિન લેવાની બાકી છે તેમજ જેમને બીજો ડોઝ લેવાનો બાકી હોય તેમને વહેલી તકે વક્સીન લઈ લેવા મેડિકલ ઓફિસર ડો. નિશા પાડલીયા, સુપરવાઈઝર લાલજીભાઈ અને તેમની ટીમ દ્વારા લોકોને અપીલ કરેલ હતી. જેથી, સરકારના આ મહાઅભિયાનને સિદ્ધ કરી શકાય અને સમાજને કોરોનામુક્ત બનવાની દિશામાં આગળ વધી શકાય. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..