મગફળીની રજિસ્ટ્રેશનની સાથે અતિવૃષ્ટિની સહાય ચુકવવામાં પણ ટંકારા તાલુકો સમગ્ર રાજ્યમાં અવ્વલ ટંકારા : ટંકારા પંથકમાં આ વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોટાભાગના પાકો નિષફળ ગયા હતા.ત્યારે રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિના અસરગ્રસ્ત ખેડૂતો માટે કરોડોનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં ટંકારા પંથકમાં અસરગ્રસ્ત તમામ ખેડૂતોને અતિવૃષ્ટિનું સહાયનું 100% ચુકવણું પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જોકે થોડા દિવસો અગાઉ મગફળીના રજિસ્ટ્રેશનમાં પણ નંબર વન રહ્યા બાદ આ અતિવૃષ્ટિ સહાયના ચુકવણામાં પણ ટંકારા તાલુકો રાજ્યમાં નબર વન રહ્યો છે. ટંકારા તાલુકો થોડો સમય અગાઉ સરકારની ટેકાના ભાવે ખરીદી માટેના મગફળીના ઓનલાઈન રજીસ્ટ્રેશનમા સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે રહ્યો હતો.ત્યારે હવે અતિવૃષ્ટિ સહાયની ચુકવણું કરવામાં પણ ટંકારા તાલુકો સમગ્ર રાજ્યમાં નબર વન રહ્યો છે.જેમાં આ વર્ષે રાજ્યમાં વધુ વરસાદથી થયેલા પાક નુકસાન મામલે સરકાર દ્વારા જાહેર થયેલ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.આથી ટંકારા તાલુકામાં રાહત સહાય પેકેજની 100% અરજીઓનાં નિકાલ કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ટંકારા તાલુકો સૌપ્રથમ રહ્યો છે.આ માટેની અરજી કરવાનો છેલ્લા દિવસ 31 ઓક્ટોબર સુધીનો હતો. જેમા 16705 અરજી આવી હતી.જે માત્ર ગણતરીના દિવસોમા તમામ અરજીનો નિકાલ કરી 2 નવેમ્બર સુધીમાં તમામ લાભાર્થીના ખાતામા સીધી સહાયની રકમ જમા થઈ ગઈ હતી. ખેડૂતોને મળતી સહાય અથવા કોઈપણ સહાય ચૂકવવામાં વિલંબ ના થવો જોઈએ તે નેમ સાથે ટંકારા તાલુકાના તમામ VCEs, તલાટી કમ મંત્રીઓ, TLEs, ગ્રામ સેવકો અને વિસ્તરણ અધિકારી (ખેતી)ની ટીમ રાત્ર દિવસ કામગીરી કરી અવલ નંબર હાસિલ કરતા તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલાએ તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.