મોરબી : આજે બોર્ડની પરીક્ષાના બીજા દિવસે મોરબી જિલ્લામાં ધોરણ 12ના પેપરમાં કુલ 10 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આજે ધોરણ 12ના સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમના 10 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જોકે અંગ્રેજી માધ્યમનો એક પણ વિદ્યાર્થી આ વિષયની પરીક્ષામાં ગેરહાજર હતો નહીં. ગુજરાતી માધ્યમના 4,258 વિદ્યાર્થીઓ તેમજ અંગ્રેજી માધ્યમના 165 વિદ્યાર્થીઓ મળી કુલ 4423 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.