મોરબી : આજથી શરૂ થયેલ બોર્ડની પરીક્ષામાં મોરબી જિલ્લામાં ધોરણ 12 સાયન્સમાં 10 અને કોમર્સમાં 32 વિદ્યાર્થીઓ ગેરહાજર પરીક્ષાના પ્રથમ દિવસે ગેરહાજર રહ્યા હતા. મોરબી જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ છે ત્યારે ધોરણ-12 સાયન્સમાં ગુજરાતી માધ્યમમાં 1660 અને અંગ્રેજી માધ્યમમાં 58 મળી કુલ 1728 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી આજે પ્રથમ દિવસે ભૌતિકશાસ્ત્રના પેપરમાં ગુજરાતી માધ્યમમાં 9 અને અંગ્રેજી માધ્યમમાં 1 મળી કુલ 10 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને કુલ 1718 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે ધોરણ 12 કોમર્સમાં મોરબી જિલ્લામાં 5259 અને અંગ્રેજી માધ્યમમાં 191 મળી કુલ 5450 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં ગુજરાતી માધ્યમના 32 વિદ્યાર્થીઓએ આજે પ્રથમ દિવસે 32 વિદ્યાર્થીઓ નામાના મૂળતત્વોની પરીક્ષા આપી ન હોવાનું સત્તાવાર રીતે શિક્ષણ વિભાગે જાહેર કર્યું હતું.જો કે આ લખાય છે ત્યાં સુધીમાં મોરબીમાં ધોરણ-12 સાયન્સ અને કોમર્સમાં એક પણ કોપી કેસ નોંધાયો ન હોવાનું જાણવા મળે છે.