હાલ મચ્છુ 2 ડેમના 8 દરવાજા 8 ફૂટ અને મચ્છુ 3 ડેમનાં 6 દરવાજા 6 ફૂટ સુધી ખુલ્લામોરબી : મોરબી જિલ્લાના સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં આજે 29 ઓગષ્ટે સવારે આવક ઘટતા માત્ર 2 દરવાજા 8 ફૂટ સુધી ખુલ્લા હતા. પરંતુ સાંજે 7 વાગ્ય પછી ડેમમાં ફરીથી પાણીની આવક વધી હતી. હાલ રાત્રે 10 વાગ્યે મચ્છુ 2 કુલ 8 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ મચ્છુ 2 ડેમમાં 41 હજાર ક્યુસેક પાણીની આવક સામે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે મચ્છુ 3 ડેમમાં મચ્છુ 2 ડેમ માંથી છોડેલા પાણીની આવક થતાં મચ્છુ 3 ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલી 32328 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યાનું તંત્રે જણાવાયું હતું. જ્યારે અન્ય ડેમોની સ્થિતિ અગાઉ મુજબ જ છે.