મોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર ક્રિષ્નાપાર્ક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા તીનપતિના જુગારની મજા માણી રહેલ છ મહિલા સહિત દસ આરોપીઓ રંગે હાથ ઝડપાઇ જતા પોલીસે 28 હજારથી વધુની રોકડ કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ ઉપર ક્રિષ્નાપાર્કમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા ક્રિષ્નાપાર્ક શેરી નંબર 2મા દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી (1)રજાકભાઇ ગુલામભાઇ ચાનીયા રહે. વાવડીરોડ (2) સોનલબેન કાંતીલાલ સોમૈયા રહે. સામાકાંઠે (3) સમાબેન સફીભાઇ જીંદાણી રહે. વાવડી રોડ (4) ઇકબાલભાઇ ગફારભાઇ હડફા રહે.પડઘરી (5) રાજેશભાઇ સરજુદાસ નિમ્બાર્ક રહે. વાવડીરોડ (6) મીનાબેન કાનજીભાઇ ખટાણા રહે.મોરબી વાવડીરોડ (7) શબાનાબેન ઇકબાલભાઇ હડફા રહે.પડઘરી (8) જયેશભાઇ જેન્તીલાલ બસીયા રહે.નાનીવાવડી (9) કલ્પનાબેન અંબારામભાઇ ગોપાણી ઉ.વ.૫૫ રહે. નાનીવાવડી અને (10) પારૂબેન લલીતભાઇ સોલંકી, રહે.પડઘરી નામના આરોપીઓ તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે પટ્ટમાંથી રૂ.28,100 રોકડા કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.