વૃંદાવન રેસિડેન્સી પાસે ચાલતા જુગાર ઉપર એ ડિવિઝન પોલીસનો દરોડો : રૂ.24 હજારની રોકડ કબ્જેમોરબી અપડેટ : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે રવાપર-ઘુનડા રોડ પર આવેલ વૃંદાવન રેસિડેન્સી આસ્થા-એ એપાર્ટમેન્ટ સામે જાહેરમાં અમુક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ગત મોડી રાત્રે 01:00 વાગ્યાની આસપાસ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં કુંડાળું વળીને તીનપત્તીનો જુગાર રમતા 5 પુરુષો અને 5 મહિલાઓ ઝડપાઈ ગયા હતા.પોલીસે સ્થળ પરથી કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં પીયુષભાઈ ડાયાભાઈ ભટાસણા (ઉ.વ. 35), જોનીભાઈ મહેન્દ્રભાઈ વાછાણી (ઉ.વ. 34), નિકેતનભાઈ ઘનશ્યામભાઈ સાધરીયા (ઉ.વ. 30), સંજયભાઈ મહાદેવભાઈ બારૈયા (ઉ.વ. 42), અને ભરતભાઈ શિવાભાઈ પરેચા (ઉ.વ. 50) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્થળ પરથી 5 મહિલા આરોપીઓ પણ પકડાઈ હતી, જેમાં દિપાલબેન નિકેતનભાઈ સાધરીયા (ઉ.વ. 29), જલ્પાબેન જોનીભાઈ વાછાણી (ઉ.વ. 37), શર્મિલાબેન સંજયભાઈ બારૈયા (ઉ.વ. 41), મિત્તલબેન પીયુષભાઈ ભટાસણા (ઉ.વ. 35) અને નિધીબેન મુકેશભાઈ મણવર (ઉ.વ. 31) નો સમાવેશ થાય છે.પોલીસે તમામ આરોપીઓ પાસેથી અને જુગારના પટમાંથી મળીને કુલ રૂ. 24,200 ની રોકડ રકમ અને 52 ગંજીપત્તાના પાના જપ્ત કર્યા છે. પોલીસે પુરુષ આરોપીઓની અટકાયત કરી હતી, જ્યારે મહિલા આરોપીઓને દિવસ દરમિયાન પોલીસ સ્ટેશને હાજર થવા માટે નોટિસ આપી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #GamblingRaid #MorbiNews #GujaratNews #CrimeNews