પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ દરેક પરિવારને 1,70,000 ની સહાય અપાશે: કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે હુકમો એનાયતમોરબી : સરકારના છેવાડાના અને વંચિત પરિવારોને પોતાના ઘરનું ઘર આપવાના કાર્ય અન્વયે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટંકારા તાલુકાના મીતાણા ગામે આશરે 40 થી 45 વર્ષ જેટલા લાંબા સમયથી સ્થાયી થયેલા વિચરતી અને વિમુક્ત જાતિના કુલ 10 આશ્રયવિહોણા પરિવારોને મીતાણા સરકારી ખરાબા નંબર 729 પૈકી પ્લોટ ફાળવણીના સત્તાવાર હુકમો અને સનદ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.સ્થળ પર જ આવાસ સહાયના ફોર્મ તૈયાર કરાયાલાભાર્થી પરિવારો પોતાના પ્લોટ પર પાકા મકાનનું નિર્માણ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સક્રિયતા દાખવવામાં આવી હતી. તમામ 10 પરિવારોને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ સાંકળી લેવામાં આવ્યા છે. પ્રત્યેક પરિવારને પોતાના સ્વપ્નનું ઘર બનાવવા માટે મળવાપાત્ર 1,70,000 ની આર્થિક સહાય સત્વરે મળી રહે તે હેતુથી તમામ પરિવારોના આવાસ સહાય મેળવવાના ફોર્મ અને સરકારી અરજીઓ પણ તંત્ર દ્વારા સ્થળ પર જ તૈયાર કરી દેવામાં આવી હતી.આ સનદ વિતરણ અવસરે મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત અને ટંકારા મામલતદાર ગોર સહિતના વહીવટી અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.#Morbi #Tankara #Mitana #MorbiAdministration #PlotAllocation #HousingScheme #NomadicTribes #MorbiNews #MorbiUpdate