મોરબીના મચ્છુ -2 ડેમમાં 0.13 ફૂટ નવા નીરની આવક સાથે 17.30 ફૂટે પાણીની સપાટી પહોંચી : ટંકારાના ડેમી-1માં 1.16 ફૂટ, ઘોડાધ્રોઈ ડેમમાં 3.28 ફૂટ, બ્રાહ્મણી -2 ડેમમાં 1.31 ફૂટ અને મચ્છુ-3 ડેમમાં 0.33 ફૂટ નવા નીર આવ્યા મોરબી : મોરબીમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહ્યો છે. જેમાં ગતરાત્રીના 2 વાગ્યાથી આજ સવાર સુધીમાં 10 મીમી અને હળવદમાં 3 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે ઉપરવાસના વરસાદને પગલે વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં ગતરાત્રીથી આજ સવાર સુધીમાં વધુ 4.92 ફૂટ પાણીનો વધારો થયો છે. આ સાથે જ અત્યાર સુધીમાં મચ્છુ 1 ડેમમાં પાણીની સપાટી 34.80 ફૂટે પહોંચી છે. હાલ આ ડેમમાં પાણીની આવક ધીમી પડીને પ્રતિ કલાકે 100 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મોરબી અને હળવદમાં ગતરાત્રિથી સવાર સુધીમાં સામાન્ય વરસાદ પડવાની સાથે જિલ્લામાં અન્યત્ર તમામ વિસ્તારો કોરાધાકોર રહ્યા છે. જ્યારે રાજકોટ અને કુવાડવા પંથકમાં પડેલા ભારે વરસાદથી વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ હતી. જ્યારે જિલ્લાના અન્યત્ર ડેમોમાં સામાન્યથી મધ્યમ પાણીની આવક થઈ હતી.. મોરબી જિલ્લામાં 10 ડેમો આવેલો છે. આ ડેમોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ અને પાણીની આવકની સ્થિતિ જોઈએ તો મચ્છુ 1 ડેમમાં 4.92 ફૂટના પાણીના વધારા સાથે હાલ ડેમમાં પાણીની સપાટી 34.80 ફૂટે પહોંચી છે અને આ ડેમમાં 5 મીમી વરસાદ પડ્યો છે, મચ્છુ 2 ડેમમાં 0.13 ફૂટના નવા નીરની આવક સાથે આ ડેમમાં પાણીની સપાટી 17.30 ફૂટે પહોંચી છે અને આ ડેમમાં 13 મીમી વરસાદ પડ્યો હતો. મચ્છુ ડેમ 3માં 0.33 ફૂટ પાણીનો વધારો અને 5 મીમી વરસાદ પડ્યો છે. ડેમી -1 ડેમમાં 0.23 ફૂટ નવા નીરની આવક સાથે આ ડેમમાં પાણીની સપાટી 17 ફૂટે પહોંચી છે.આ ડેમમાં 25 મીમી વરસાદ પડ્યો છે,ઘોડાધ્રોઈ ડેમમાં 3.27 ફૂટ નવા નીરની આવક અને 15 મીમી વરસાદ પડ્યો છે. બ્રાહ્મણી 2 ડેમમાં 1.31 ફૂટના પાણીના વધારા સાથે આ ડેમમાં પાણીની સપાટી 4.60 ફૂટે પહોંચી ગઈ છે.આ સિવાયના ડેમોમાં નવા નીરની આવક થઈ નથી પણ એમાં પડેલા વરસાદની સ્થિતિ જોઈએ તો બંગાવડી ડેમમાં 10 મીમી અને બ્રાહ્મણી 1 ડેમમાં 15 મીમી વરસાદ પડ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne