મોરબી : શ્રાવણ માસના અંતિમ પડાવમાં પણ મોરબી શહેર - જિલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધોકાર રમાઈ રહ્યો છે ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વાવડી રોડ પર ન્યુ ગાયત્રીનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી નવ મહિલા સહિત ૧૦ જુગારીઓને રોકડા રૂપિયા ૨૪,૪૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વાવડી રોડ પર ન્યુ ગાયત્રીનગર શેરી નંબર ૩માં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે.જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી (૧) ચંદ્રકલાબેન હરીશચંદ્ર જાદવ રહે.સિધ્ધીવિનાયક શેરી નં-૩, મોરબી (૨) વિશાલભાઇ હરેશભાઇ અગ્રાવત રહે-રવાપર (૩) ગીતાબેન હકાભાઇ સુરેલા રહે. ન્યુ ગાયત્રી સોસાયટી, મોરબી (૪) રીનાબેન આશીષભાઇ મકવાણા રહે.ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં-૩, મોરબી (૫) ભુમીબેન ઉર્ફે દિવ્યાબેન જયેશભાઇ પટેલ રહે. સિધ્ધીવિનાયક સોસાયટી, નાની વાવડી (૬) શિતલબેન ઉપેનભાઇ ગોવાણી રહે.ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં-૩ (૭) કાજલબેન દીપકભાઇ ચોટલીયા રહે.વાવડી ગામ, ન્યુ ગાયત્રી નગર,ખોડીયાર ડેરી પાસે, મોરબી (૮) જયશ્રીબેન હરપાલભાઇ જોશી રહે.વાવડી, ન્યુ ગાયત્રી નગર-૩,મોરબી (૯) અંસોયાબેન ઉર્ફે હશીબેન હર્ષદભાઇ ઉર્ફે હરેશભાઇ ભટ્ટાસણા રહે.સિધ્ધી વિનાયક સોસાયટી, વાવડી, મોરબી અને આરોપી (૧૦) સવિતાબેન શાંતીલાલભાઇ મનાણી રહે.વાવડી, ન્યુ ગાયત્રી સોસાયટી શેરી ન-૩, મોરબી વાળાઓ રોકડા રૂપિયા ૨૪,૪૦૦ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.