વાવડી રોડ ઉપર ઘરમાં ધમધમતું જુગારધામ પકડાયું અને ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં જાહેરમાં પાના ટીચતા જુગારી પકડાયામોરબી : મોરબી શહેરમાં સીટી એ અને સીટી બી ડિવિઝન પોલીસે બે અલગ અલગ જુગાર દરોડામાં વાવડી રોડ ઉપર ઘરમાં ધમધમતું જુગારધામ પકડી પાડી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં જાહેરમાં પાના ટીચતા જુગારીઓને પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જુગારના પ્રથમ દોરોડામા સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્કમાં સરદાર પેલેસના રહેણાંક મકાનમાં આરોપી સંજય નાનજીભાઈ દેત્રોજા બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવી રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી સંજય નાનજીભાઈ દેત્રોજા, હિમાંશુ વિનોદરાય ઠાકર, નિલેશ વલમજીભાઈ દેત્રોજા, જયેશ પ્રભુભાઈ અધારા અને બિપિન કુંવરજીભાઇ ગાંમ્ભવાને રોકડા રૂપિયા 36,200 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં પ્રાથમિક શાળા પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જય હિતેશભાઇ રામાનુજ, રોહિતગીરી સુખદેવગીરી ગોસાઈ, જયરાજસિંહ મહાવીરસિંહ ઝાલા, મનસુખ મગનભાઈ પરસુડા અને કલ્પેશ રાજેશભાઇ ગેડાણી નામના ઇસમોને 17,430 રોકડ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબની કાર્યવાહી કરી હતી.