મોરબી:આગામી તારીખ ૧૦ ડિસેમ્બરે મોરબી ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા દ્વિતીય સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી ગુર્જરપ્રજાપતી યુવાસંગઠન આયોજીત દ્રીતીય સમુહ લગ્ન મોરબી ખાતે આગામી તા.૧૦ ડીસેમ્બરને રવીવારના રોજ નિર્ધારેલ છે આ પ્રસંગે સંતો-મહંતો,વડીલો અને મહાનુભાવો નવદંપતીને આશીર્વાદ આપી પ્રસંગેને દિપાવશે જેથી સૌ જ્ઞાતિજનોએ મોરબી કંડલા બાયપાસ કામઘેનુપાર્ટી પ્લોટની બાજુમા યોજવામાં આવેલા આ સમુહલગ્નોત્સવમાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.