રક્ષાબંધનનો તહેવાર હોવાથી મોટાભાગની બસો ફૂલ હોય અને 45 જેટલી દાહોદ તરફની એક્સ્ટ્રા બસ પણ ફૂલ હોવા છતાં જરૂરિયાતના સમયે 10 બસ સીએમને કાર્યક્રમમાં ફાળવી દેતા મુસાફરો ભારે હેરાન થયા મોરબી : મોરબીમાં રક્ષાબંધનનો તહેવાર હોવાથી ગઈકાલે અને આજે એમ બે દિવસથી મોરબીના નવા અને જૂના બસ સ્ટેન્ડમાં લોકોની ચિક્કાર ભીડ રહી હતી અને દરેક બસો ભરચકક જોવા મળી હતી. એક્સ્ટ્રા બસો પણ હાઉસફુલ હોય એટલો બધો ટ્રાફિક હોવાની વચ્ચે મોરબી ડેપોની 10 બસ સુરેન્દ્રનગર સીએમના કાર્યક્રમ માટે ફાળવી દેતા મુસાફરો ભારે હેરાન થયા હતા. મોરબીમાં રક્ષાબંધન તેમજ સીરામીક ઉધોગ બંધ થવાથી મજૂરો દાહોદ બાજુ પોતાના વતન ભણી જતા એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોનો બે દિવસથી ભારે ઘસારો રહ્યો હતો. દરેક બસ લોકોથી ફુલે ફૂલ એટલે ભરચકક જોવા મળી હતી. આથી એસટી ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે આ બધા ટ્રાફિકને પહોંચી વળવા ત્રણ એક્સ્ટ્રા બસ દોડવામાં આવી હતી. આ ઉપરાંત મોરબી દાહોદ તરફની 45 બસો પણ ભરચકક રહી હતી અને રાજકોટથી એક્સ્ટ્રા બસ મોરબી થઈને નીકળી હકી તેનું સંચાલન થતું હોવાથી આ બસમાં ટ્રાફિક ઘણો જોવા મળ્યો હતો.આ રીતે સતત બે દિવસથી બસ સ્ટેન્ડમાં ભારે ભીડ રહેતા રાજકોટ, જામનગર, કચ્છ, દાહોદ ગોધરા, અમદાવાદની બસો ફૂલ હોય ત્યારે અહીંથી સુરેન્દ્રનગરમાં સીએમના કાર્યક્રમ માટે 10 બસ મોકલી દેતા એ રૂટના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.