સિરામિક સીટી નજીક એક બોટલ દારૂ સાથે આરોપી પકડાયોમોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડા પાડયા હતા જેમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાંથી દસ બોટલ દારૂ ઝડપી લઈ સિરામિક સીટી પાસેથી એક શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે દબોચી લેવાયો હતો.પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શુભ કોમ્પ્લેક્સમાં ઓફીસ નંબર 339મા દરોડો પાડી આરોપી રાજેશ દલસુખભાઈ અઘારા રહે.મહેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 13,000 સાથે ઝડપી લેતા દારૂની આ બોટલ આરોપી રાજુ કોળી રહે.લાલપર વાળો આપી ગયો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે સિરામિક સિટીના ગેઇટ પાસેથી આરોપી ચિરાગ પ્રભુભાઈ કાવર રહે.નિત્યાનંદ સોસાયટી, હાઉસિંગ બોર્ડ, સામાકાંઠા વિસ્તાર વાળાને વાઇટલેસ વોડકાની એક બોટલ કિંમત રૂપિયા 356 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.