પૈસા ચૂકવવામાં કસૂર કરે તો વધુ 90 દિવસની જેલની સજા ફટકારવાનો મોરબી કોર્ટનો આદેશમોરબી : મોરબીમાં પાટીદાર ટ્રેડિંગના નામે ચાઈના ક્લે વોશ મટીરીયલનો વ્યવસાય કરતા મનીષભાઈ સવજીભાઈ પૈજા પાસેથી કેશરી મેનેજમેન્ટના પ્રોપરાઈટર જયદીપભાઈ કે. ગોસ્વામીએ 9,44,138 ની રકમનો માલ ખરીદ્યો હતો. આ લેણી રકમ પેટે આરોપીએ અલગ-અલગ તારીખના કુલ 9 ચેકો આપ્યા હતા. ફરિયાદીએ આ ચેકો આઈસીઆઈસીઆઈ બેંકની મોરબી શાખામાં જમા કરાવતા આરોપીના ખાતામાં અપૂરતું ફંડ હોવાને કારણે તમામ ચેકો પરત ફર્યા હતા. આ અંગે નોટિસ આપવા છતાં રકમ ન ચૂકવાતા મનીષભાઈએ એડવોકેટ નિકુંજભાઈ કોટક મારફત મોરબીની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે કેસ દાખલ કર્યો હતો.કોર્ટનો ચુકાદો:આ કેસ મોરબીના ન્યાયાધીશ પ્રશાંતભાઈ પરમાનંદભાઈ શાહની કોર્ટમાં ચાલી જતાં, ફરિયાદી પક્ષના વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે હુકમ કર્યો છે: • સજા:આરોપી જયદીપભાઈ કે. ગોસ્વામીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. • વળતર: ચેકની રકમ કરતા બમણી રકમ એટલે કે 18,88,276 વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે. • વધારાની જેલ: જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ 90 દિવસની સાદી કેદની સજા ભોગવવાની રહેશે. • વ્યાજ: કોર્ટે ચેકની રકમ 9,44,138 પર તારીખ 21-8-2016 થી વાર્ષિક 9% વ્યાજ પણ ચૂકવવા હુકમ કર્યો છે.આ કેસમાં ફરિયાદી વતી વકીલ નિકુંજભાઈ કોટક, હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોરવામી, વિશાલભાઈ ચાવડા અને કિશોરભાઈ સુરેલા રોકાયેલા હતા.#Morbi #MorbiUpdate #CourtVerdict #CheckBounce #LegalNews #MorbiCourt #Law